-જૂથે જણાવ્યું હતું કે,”બધા મૃત બંધકોને પરત કરવામાં આવ્યા છે, જેનાથી ટ્રમ્પનો
ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.”
તેલ અવીવ, નવી દિલ્હી,16 ઓક્ટોબર (હિ.સ.) હમાસે રેડ
ક્રોસને વધુ બે મૃતદેહો સોંપ્યા. ત્યારબાદ રેડ ક્રોસના અધિકારીઓએ, ઇઝરાયલી સેનાને
મૃતદેહો સોંપ્યા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ આ વાતની પુષ્ટિ કરી. હમાસે દાવો કર્યો હતો કે,”
તેણે હવે બધા મૃત બંધકોને પરત કરી દીધા છે, જેના પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કડક પ્રતિસાદ મળ્યો.”
ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ,”મૃતદેહોને ઓળખ
માટે અબુ કબીર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક મેડિસિનમાં લઈ જવામાં આવ્યા છે.”
ટ્રમ્પે જણાવ્યું હતું કે,” તેમણે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યો હતો. જો હમાસ કરારનું
પાલન નહીં કરે, તો ઇઝરાયલ ગાઝા
પટ્ટી પરત ફરશે.” અન્ય અહેવાલો અનુસાર, “ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, હમાસ દ્વારા
સોંપવામાં આવેલ ચોથો મૃતદેહ ફિલિસ્તીની નાગરિક તરીકે, ઓળખવામાં આવ્યો છે, જે બંધક નહોતો.” આઈડીએફએ
જણાવ્યું હતું કે,” યુદ્ધવિરામ કરાર હેઠળ, હમાસે સોમવાર સુધીમાં જીવંત અને મૃત તમામ બંધકોને, સોંપવાની
જરૂર હતી.”
આ પહેલા, હમાસે મંગળવારે રાત્રે ગાઝા શહેરમાં રેડક્રોસને, ચાર
મૃતદેહો સોંપ્યા હતા.જે પછીથી ઇઝરાયલી સેનાને સોંપવામાં આવ્યા હતા. સોમવારે, હમાસે છેલ્લા 20 જીવિત બંધકોને
મુક્ત કર્યા. યુદ્ધવિરામ કરારની શરતો હેઠળ, તમામ 28 મૃત બંધકોના મૃતદેહો, સોમવાર બપોર સુધીમાં પરત કરવાના હતા.
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે,”
જો હમાસ નિઃશસ્ત્રીકરણનો ઇનકાર કરે છે, તો વિનાશ થશે.” સીબીએસ ન્યૂઝને આપ્પેલ એક ઈન્ટરવ્યૂમાં, નેતન્યાહૂએ
જણાવ્યું હતું કે,” જો હમાસ નિઃશસ્ત્રીકરણ માટે સંમત નહીં થાય, તો વિનાશ
અનિવાર્ય છે.” જ્યારે પૂછવામાં આવ્યું કે,” જ્યારે ઇઝરાયલી દળો હજુ પણ ગાઝાના
ભાગોમાં તૈનાત છે અને હમાસ પટ્ટી પર, ફરીથી નિયંત્રણ સ્થાપિત કરી રહ્યું છે ત્યારે
યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે એમ કેવી રીતે કહી શકાય!” નેતન્યાહૂએ કહ્યું, અમે શાંતિને એક
તક આપવા સહમત થયા છીએ.
ઇઝરાયલે હમાસના દાવાઓને ટાળવાની રણનીતિ જણાવી ફગાવી દીધી છે
અને જો આતંકવાદી જૂથ, તાત્કાલિક બાકીના મૃતદેહો પરત નહીં કરે તો સહાય મર્યાદિત
કરવાની, ઇજિપ્ત સાથે રાફાહ
સરહદ સીમા બંધ કરવાની અને લડાઈ ફરી શરૂ કરવાની ધમકી આપી છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે
મંગળવારે પણ કહ્યું હતું કે,” હમાસે મૃત બંધકોની સંખ્યા વિશે મધ્યસ્થીઓને છેતર્યા
છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ