ટ્રમ્પે કહ્યું કે, ’હમાસને નિઃશસ્ત્ર કરવા માટે અમેરિકન સૈન્યની જરૂર નહીં પડે’
વોશિંગ્ટન, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના શિલ્પી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે,” હમાસે કોઈપણ કિંમતે તેના શસ્ત્રો સોંપવા પડશે.” તેમણે ખાતરી આપ
ટ્રંપ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.)

ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના શિલ્પી, યુએસ પ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે,” હમાસે કોઈપણ કિંમતે તેના શસ્ત્રો સોંપવા પડશે.”

તેમણે ખાતરી આપી હતી કે, હમાસને નિઃશસ્ત્ર કરવા માટે અમેરિકન સૈન્યની જરૂર રહેશે

નહીં.

એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, ટ્રમ્પે બુધવારે પુનરાવર્તન કર્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ

કે હમાસ તેના શસ્ત્રો છોડી દે. હમાસે આમ કરવા સંમતિ આપી છે. હવે હમાસે આમ કરવું

જોઈએ. જો તેઓ આમ નહીં કરે,

તો અમે તેમને આમ

કરવા દબાણ કરીશું. તેમણે નિશ્ચિતપણે જણાવ્યું હતું કે,” યુએસ લશ્કરી સંડોવણી

જરૂરી રહેશે નહીં.”

આ પહેલા મંગળવારેટ્રમ્પે કહ્યું હતું કે,” ઉગ્રવાદી સમૂહનું

નિઃશસ્ત્રીકરણ ગાઝા શાંતિ પ્રસ્તાવનો મુખ્ય ભાગ હતો. યુદ્ધવિરામ કરારના પ્રથમ

તબક્કામાં આ પર ભાર મૂકવામાં આવ્યો ન હતો.” દરમિયાન, બે યુએસ અધિકારીઓએ કહ્યું હતું કે,” આગામી

દિવસોમાં ઇઝરાયલમાં યુએસના નેતૃત્વ હેઠળનું સંકલન કેન્દ્ર (કમાન્ડ સેન્ટર) કાર્યરત

થશે. તે ગાઝામાં યુદ્ધવિરામ કરારના અમલીકરણની દેખરેખ રાખશે. શરૂઆતમાં કમાન્ડ

સેન્ટરનું નેતૃત્વ એક અમેરિકન થ્રી-સ્ટાર જનરલ કરશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે,”

કમાન્ડર પાસે બે-સ્ટાર અધિકારીની સમકક્ષ એક વિદેશી ડેપ્યુટી પણ હશે.”

દરમિયાન, વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીઓએ હમાસ પર શાંતિ કરારના અમલીકરણમાં

અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયલી અધિકારીઓની આ ટિપ્પણીઓના જવાબમાં, વરિષ્ઠ યુએસ

સલાહકારોએ બુધવારે કહ્યું હતું કે,” ગાઝામાં યુદ્ધનો અંત લાવનાર નાજુક શાંતિ કરાર

ચાલુ રહે છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે,” હમાસ બાકીના બંધકોના મૃતદેહો પરત કરવા

માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.”

વરિષ્ઠ યુએસ સલાહકારોએ કહ્યું, અમે ઘણા લોકોને

કહેતા સાંભળ્યા છે કે, 'તમે જાણો છો, હમાસે કરારનું

ઉલ્લંઘન કર્યું છે કારણ કે બધા મૃતદેહો પરત કરવામાં આવ્યા નથી.' અમે માનીએ છીએ કે

અમારી સાથે તેમની સાથે એક કરાર થયો હતો કે અમે બધા જીવંત બંધકોને મુક્ત કરીશું, જેનો તેઓએ સન્માન

કર્યો. અને હાલમાં, અમારી પાસે એક

પદ્ધતિ છે જ્યાં અમે મધ્યસ્થી સાથે કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલા વધુ મૃતદેહો

બહાર કાઢવા માટે, શ્રેષ્ઠ પ્રયાસો કરવા માટે તેમની સાથે કામ કરી રહ્યા છીએ.

સલાહકારોએ કહ્યું કે.” તેઓ માને છે કે બંને પક્ષો કરારને વળગી રહેવા માંગે છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande