છોટાઉદેપુર રંગપુર નાકા ઓરસંગ નદીના પુલ પરથી કુલ રૂ.5.53 લાખના મુદ્દામાલ સાથે બે જણા ઝડપાયા
છોટાઉદેપુર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) છોટા ઉદેપુર જિલ્લો સરહદી જીલ્લો છે જેને લઇને વિદેશી દારૂની ખેપ અવાર નવાર કરતા જીલ્લા પોલીસ આ ખેપને ઝડપીને કાર્યવાહી કરી રહી છે ત્યારે વધુ એક ખેઓને જીલ્લા એલ.સી.બી.એ ઝડપી પાડી છે. છોટા ઉદેપુર જિલ્લા એલ.સી.બી. ની ટીમ
દારૂ


છોટાઉદેપુર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) છોટા ઉદેપુર જિલ્લો સરહદી જીલ્લો છે જેને લઇને વિદેશી દારૂની ખેપ અવાર નવાર કરતા જીલ્લા પોલીસ આ ખેપને ઝડપીને કાર્યવાહી કરી રહી છે ત્યારે વધુ એક ખેઓને જીલ્લા એલ.સી.બી.એ ઝડપી પાડી છે.

છોટા ઉદેપુર જિલ્લા એલ.સી.બી. ની ટીમ છોટા ઉદેપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે રંગપુર નાકા પાસે ઓરસંગ નદીના પુલ પરથી એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી નં.GJ 34 T 3306 આવતા તેને ઊભી રાખી તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની 202 બોટલ જેની કિંમત રૂ.47,330/- મળી આવી હતી. જેને લઇને જિલ્લા એલ.સી.બી.ની ટીમે વિદેશી દારૂ,સ્વિફ્ટ ગાડી,મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.5,53,830/- માં મુદ્દામાલ સાથે બે જણા મોબીનભાઈ મલંગભાઈ મન્સૂરી,રહે.મન્સૂરી ફળિયા, તેનતલાવ,તા.ડભોઇ, જી.વડોદરા અને નરેન્દ્રસિંહ રમેશસિંહ માંગરોળા,રહે, તેનતલાવ તા.ડભોઇ,જી.વડોદરાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande