
અંબાજી 17 ડિસેમ્બર(હિ.સ) દાતા તાલુકાના પાડલીયા ગામે બનેલી
ઘટનાને મુલાકાત લેવા આ પાર્ટીના ધારાસભ્ય આજે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા જ્યાં
આપ પાર્ટીના ધારાસભ્ય એ ભીલીસ્તાન રાજ્યની કરી માંગ.. જે સરકાર ભીલીસ્તાન રાજ્ય
જાહેર કરશે તેને રાજ્યના તમામ આદિવાસી નેતા તે સરકારમાં જોડાશે
યાત્રાધામ અંબાજી નજીક વિસ્તાર એવા
પાડલીયા ખાતે ચાર દિવસ અગાઉ જંગલમાં વન વિભાગ દ્વારાપ્લાન્ટેશન કરવા માટે સરકારી
જમીન આદિવાસી લોકો પાસેથી ખાલી કરાવવા મામલે મામલો બીચક્યો હતો જેમાં મોટી
સંખ્યામાં સરકારી કર્મચારીઓ ઘાયલ થયા હતા અને સરકારી વાહનોને પણ મોટું નુકસાન થયું
હતું જેને લઇ હવે સમગ્ર ઘટના ધીરે ધીરે રાજકારણનો રંગ પકડી રહી હોય તેવું લાગી
રહ્યું છે ને આદિવાસી નેતાઓ ઘટના સ્થળે પહોંચી અસરગ્રસ્તોની હમદર્દી મેળવી રહ્યા
છે
પહેલા કોંગ્રેસના દાતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી પોતાના
સમર્થકો સાથે પાલડીયા પહોંચી આગળ લડી લેવા માટે પણ હુંકાર ભર્યો હતો જ્યારે
ત્યારબાદ હવે આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા
હતા અને પાડલીયા પહોંચતા પહેલા તેમને શક્તિપીઠ અંબાજી મંદિરમાં માં અંબેના દર્શન
કર્યા હતા જ્યાં તેમને સ્થળ મુલાકાત કરવા જણાવ્યું હતું એટલું જ નહીં સાથે તેમને
જણાવ્યું હતું કે હાલમાં 28 રાજ્ય છે જેમાં 29 માં ભીલીસ્થાન રાજ્યની અલગ માંગ કરાઈ રહી છે અને ભલે પાંચ 10 કે 15 વર્ષમાં જે સરકાર ભીલીસ્તાન રાજ્યની
સ્થાપના કરશે જેમાં તમામ આદિવાસી નેતાઓ તે સરકારમાંજોડાશે સાથે તેમને ભટ્ટજી મહારાજની ગાદી
ઉપર રક્ષા પોટલી પણ બંધાવી હતી
આ સમગ્ર દર્શન બાદ હજારોની સંખ્યામાં આદિવાસી
સમર્થકો સાથે ચેતર વેસાવા પાડલીયા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું
સ્વાગત કર્યા બાદ ઘટના સ્થળે પહોંચી જાત મુલાકાત કરી અને ત્રાગુ મેળવ્યું હતું
જ્યારે તેમને આ પ્રસંગે જણાવ્યું હતું કે જે કાર્યવાહી કરવામાં આવી છે તે
કિન્નાખોરી રાખીને કરવામાં આવી છે એક તરફે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં
સરકારી કર્મચારીઓને ઈજા થઈ છે તે માત્ર ફરિયાદ થઈ છે તેની સામે ક્રોસમાં આદિવાસી
લોકોને પણ ઈજાઓ થઈ છે તેમ તેમને જણાવ્યું હતું પહેલા તેમને ખબર અંતર પૂછી તેમના
હાલચાલ જાણવા જરૂરી છે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું અને
સાથે એટલું પણ જણાવ્યું હતું કે હવે સરકારને એક ઇંચ પણ જમીન આપવામાં આવશે નહીં. આ
સાથે તેમને જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેકટર કચેરીએ જવાની સાથે ગાંધીનગર કૂચ કરવાની
પણ ચીમકી ઉચ્ચારી હતી અને જો આ આદિવાસી લોકો માટે જો લડવું પડે તો હાઇકોર્ટ અને
સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા જણાવ્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ