ચેન્નાઈની શ્રેષ્ઠ કોલેજોની સમી કોલેજ દ્વારા શૈક્ષણિક સ્ટડી ટૂર
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગુજરાત સરકારના આયોજન હેઠળ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી દ્વારા ચેન્નાઈની શ્રેષ્ઠ કોલેજોની સ્ટડી ટૂર યોજાઈ હતી. રાજ્યની સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય અને વહીવટી કુશળતામાં
ચેન્નાઈની શ્રેષ્ઠ કોલેજોની સમી કોલેજ દ્વારા શૈક્ષણિક સ્ટડી ટૂર


પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગુજરાત સરકારના આયોજન હેઠળ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી દ્વારા ચેન્નાઈની શ્રેષ્ઠ કોલેજોની સ્ટડી ટૂર યોજાઈ હતી. રાજ્યની સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય અને વહીવટી કુશળતામાં વધારો કરવાના હેતુથી આ પ્રવાસ 5 થી 10 ડિસેમ્બર દરમિયાન યોજાયો હતો.

આ સ્ટડી ટૂરમાં સમી કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસીંહ આનંદ, IQAC કન્વિનર ડૉ. ચેતન પ્રજાપતિ, NAAC ડેપ્યુટી કોઓર્ડિનેટર ડૉ. અમર ચક્રબર્તી અને NAAC સભ્ય પ્રો. જેવત ચૌધરી જોડાયા હતા. ટીમે ચેન્નાઈની શ્રી સુંદરબાઈ શંકરલાલ શશુન જૈન કોલેજ ફોર વિમેન (NAAC A++) અને ગુરુ નાનક ઓટોનોમસ કોલેજ (NAAC A++)ની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન શૈક્ષણિક પ્રક્રિયા, વહીવટી વ્યવસ્થા, વિવિધ પ્રકલ્પો, એક્સ્ટેન્શન પ્રવૃત્તિઓ અને ડોક્યુમેન્ટેશનનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો. આ સ્ટડી ટૂરથી સમી કોલેજની ટીમને નવી દિશા અને માર્ગદર્શન મળ્યું હોવાનું આચાર્ય ડૉ. આનંદે જણાવ્યું અને ગુજરાત સરકારના આ આયોજન માટે આભાર વ્યક્ત કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande