મોડાસા,8 સપ્ટેમ્બર (હિ.સ.) ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅસ ફેડરેશન લી. ગુજરાત રાજ્ય ની અમદાવાદ ખાતે યોજાયેલ ચૂંટણીમાં ચેરમેન તરીકે નીતિનભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન તરીકે અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણના ભીષ્મ પિતામહ એવા પંકજભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી. પંકજભાઈ પટેલની વાઈસ ચેરમેન પદે વરણી થતાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. પંકજભાઈ પટેલ સાબરકાંઠા બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર,, જિલ્લા સહકારીસંઘના ડિરેક્ટર,તાલુકા ખરીદ વેચાણ સંઘના વર્તમાન ચેરમેન,, ઈંગ્ઝ મોડાસાના વર્તમાન ડિરેક્ટર, ઉપરાંત મોડાસા સહકારી જીનના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ