રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે 12 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
રાજકોટ/અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે 12 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 9 કલાકે સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શુભારંભ થશે. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે 12 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે


રાજકોટ/અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે 12 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 9 કલાકે સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શુભારંભ થશે. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’માં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે.

આ મહોત્સવ મેયર નયના પેઢડીયાની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી

ભાનુ બાબરીયા, સાંસદ રામ મોકરીયા, ધારાસભ્યો,આર.એમ.સી. કમિશનર તુષાર સુમેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande