- અંડર-14 ભાઈઓ-બહેનો, અંડર-17 અને ઓપન ભાઈઓની સ્પર્ધાઓ યોજાઈ
રાજકોટ/અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 4 જાન્યુઆરીના રોજ ખેલ મહાકુંભને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ ઝોન, શહેર અને જિલ્લા કક્ષાની વિવિધ સપર્ધાઓ રાજકોટ ખાતે યોજાઈરહી છે. જેમાં શહેર કક્ષાની કરાટે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં અંડર 14 ભાઈઓ-બહેનો, અંડર-17 અને ઓપન સ્પર્ધામાં ભાઈઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધાના અંતે અંડર 14 માં ભાઈઓમાં 20 કિલોથી ઓછા 20 થી 25, 25 થી 30 કિલો અને 30 કિલોથી લઈને 60 કિલોથી વધુ વજન સુધીના ભાઈઓની કેટેગરી વાઇસ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં 20 કિલોથી ઓછામાં હર્ષવર્ધનસિંહ ચુડાસમા, 20 થી 25 કિ.ગ્રા.માં રુદ્ર તારપરા, 25 થી 30 કિ.ગ્રા.માં પ્રયાગ ભંડેરી, 30 થી 35 કિ.ગ્રામાં ધ્રુવરાજ ગોહેલ, 35 થી 40 કિ.ગ્રા.માં સોહમ કુવાડીયા, 40 થી 45 કિ.ગ્રા.માં રીશ્મિત કુશારી, 45 થી 50 કિ.ગ્રા.માં જીત મારકણા, 50 થી 55 કિ.ગ્રા.માં વ્રજ સોલંકી, 55 થી 60 કિ.ગ્રા.માં ડેનિલ રોજીવાડીયા અને ૬૦થી વધુ કિ.ગ્રા.ની કેટેગરીમાં માન નિર્મલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
અંડર-૧૪ બહેનોની સ્પર્ધામાં ૧૮ કિ.ગ્રા.થી ઓછાથી લઈને ૫૦થી વધુ કિ.ગ્રા. વજનની કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ૧૮થી ૨૨ કિ.ગ્રા.માં દ્રષ્ટિ પટેલ, ૨૨થી ૨૪ કિ.ગ્રા.માં કાવ્યા પીઠવા, ૨૪ થી ૨૬ કિ.ગ્રા.માં ક્રીયા સંઘવી, ૨૬થી ૩૦ કિ.ગ્રા.માં હિરવા મેહતા, ૩૦થી ૩૪ કિ.ગ્રા.માં બ્લેસી ભાડજા, ૩૪થી ૩૮ કિ.ગ્રા.માં નિષ્ઠા ધરસાણિયા, ૩૮થી ૪૨ કિ.ગ્રા.માં હિરલ ચૌહાણ, ૪૨થી ૪૬ કિ.ગ્રા.માં જીયા વેકરીયા, ૪૬થી ૫૦ કિ.ગ્રા.માં રાહી ઝાલાવડીયા અને ૫૦થી વધુ કિ.ગ્રા.ની કેટેગરીમાં ભૂમિ ચાવડા વિજેતા જાહેર થયેલા હતા.
અંડર ૧૭ ભાઈઓમાં ૩૫ કિ.ગ્રા.થી ઓછા વજનની કેટેગરીમાં વિયાન્શુ તલસાણીયા, ૩૫થી ૪૦ કિ.ગ્રા.માં નિર્મય દોશી, ૪૦થી ૪૫ કિ.ગ્રા.માં યશ સેજપાલ, ૪૫થી ૫૦ કિ.ગ્રા.માં રાવલ માન, ૫૦થી ૫૪ કિ.ગ્રા.માં પર્વ શિંગાળા, ૫૪થી ૫૮ કિ.ગ્રા.માં સમીર સાઉદ, ૫૮થી ૬૨ કિ.ગ્રા.માં ઉત્સવગીરી ગોસ્વામી, ૬૨થી ૬૬ કિ.ગ્રા.માં પુષ્કર સાઉદ, ૬૬થી ૭૦ કિ.ગ્રા.માં વાસુ મિશ્રા, ૭૦થી ૭૪ કિ.ગ્રા.માં અકીલ વાસા, ૭૪થી ૭૮ કિ.ગ્રા.માં નમ્ર દોશી તેમજ ૮૨ કિલોગ્રામથી વધુની કેટેગરીમાં સુહાન વિઠલાણી વિજેતા જાહેર થયા હતા.
આ સાથે ભાઈઓની ઓપન કેટેગરીમાં ૪૦થી ૫૦ કિ.ગ્રા.માં હાર્દિક જેઠવા, ૪૫થી ૫૦ કિ.ગ્રા.માં સુશીલ પીપરોતર, ૫૦થી ૫૪ કિ.ગ્રા.માં દર્શિલ સખીયા, ૫૪થી ૫૮ કિ.ગ્રા.માં દર્શક કાલરીયા, ૫૮થી ૬૨ કિ.ગ્રા.માં અભય કારેણા, ૬૨થી ૬૬ કિ.ગ્રા.માં માધવ વાગડીયા, ૬૬થી ૭૦ કિ.ગ્રા.માં અનન્ય પારેખ, ૭૦થી ૭૪ કિ.ગ્રા.માં સોહમ ડોડીયા, ૭૪થી ૭૮ કિ.ગ્રા.માં અનંત વૈઠા તેમજ ૭૮થી ૮૨ કિ.ગ્રા.ની કેટેગરીમાં ધર્મેન્દ્ર ગૌરાંગ પ્રથમ ક્રમાંકેવિજેતા જાહેર કરવામાં આવ્યા
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ