પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લામાં તીવ્ર ઠંડીનો પ્રભાવ દેખાવા લાગ્યો છે, જેના પરિણામે શહેરીજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કડકડતી ઠંડીના કારણે, રાત્રિ દરમિયાન લોકોની અવરજવર નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે, અને લોકો ઘરના અંદર પણ ગરમ વસ્ત્રો પહેરી રહ્યા છે.
શહેરમાં ઠંડીની તીવ્રતા વધતા, ગરમ કપડાંની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પરિણામે વેપારીઓને સારો વેપાર મળી રહ્યો છે. આ સ્થિતિના પગલે, લોકો સાવચેતીના રૂપે બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળતા નથી.
સુરક્ષાની દૃષ્ટિએ, શહેરના મુખ્ય માર્ગો પર વહેલી સવારે અને મોડી રાત્રે ટ્રાફિક ઘટી ગયો છે, જે દર્શાવે છે કે લોકો ઠંડીથી બચવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર