તાલાલા કુરેશીબાગ ખાતે ઈકો ક્લબના શિક્ષકો-આચાર્યઓ માટે એક દિવસિય કાર્યશિબિર યોજાઈ
સોમનાથ,02 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે તાલાળા તાલુકામાં રમરેચીના કુરેશી બાગ ખાતે જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલત
તાલાલા એક દિવસિય કાર્યશિબિર યોજાઈ


સોમનાથ,02 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે તાલાળા તાલુકામાં રમરેચીના કુરેશી બાગ ખાતે જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલતી ઈકો કલબના શિક્ષકો/આચાર્ય ઓ માટે ૦૧ દિવસીય કાર્ય શિબિર યોજાઈ હતી.આ કાર્યશિબિરનો હેતુ બાળકોમાં અભ્યાસની સાથે સાથે પર્યાવરણ, પ્રકૃતિ અને ઔષધિઓ પ્રત્યે જાગૃતતા કેળવાય અને ભારતિય સંસ્કૃતિનુ સિંચન થઈ શકે એવો હતો.આ કાર્ય શિબીરમાં અષ્ટાંગ આર્યુવેદ ધામ, તળાજાના વૈદ્ય મહેન્દ્રસિંહ વી.સરવૈયાએ ઉપસ્થિત તમામ શાળાઓના બાળકો, શિક્ષકો તથા તેમનો પરિવાર જીવનભર તંદુરસ્ત રહે તે માટે કેવો આહાર લેવો તેનુ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું

ઈકો કલબ અંતર્ગત શાળા પરિસરમાં ક્યા પ્રકારના વૃક્ષો ઉછેરવા જોઈએ તેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડો.શૈલેષભાઈ દ્વારા જીવન જરૂરી આર્યુર્વેદિક ઉપચારોની માહિતી આપવામાં આવી હતી. કુરેશી બાગના ડો.ગફાર કુરેશી દ્વારા પર્યાવરણ, જુદી જુદી વનસ્પતિ તેમજ માનવીય જીવનમાં વૃક્ષોના મહત્વ વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી.

ગીર ફાઉન્ડેશનના પ્રતિનિધિ ભાવેશ ત્રિવેદીએ ઈકો કલબની કામગીરી અને ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરની જુદી જુદી પ્રવૃતિઓથી માહિતગાર કર્યા હતાં. જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા દ્વારા ઈકો કલબની પ્રવૃતિઓને વેગ આપવા શું-શું કરી શકાય અને દરેક શાળાઓમાં ઔષધ વન બનાવવા તમામને અપિલ કરવામાં આવી હતી. આ કાર્ય શિબિરમાં ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તમામને ચા-નાસ્તો, બપોરનું ભોજન અને ઉપસ્થિત તમામ શિક્ષકો/આચાર્ય ઓને પેન-પેડ, ઓફિસ બેગ મોમેન્ટો સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં.આ કાર્યશિબિરમાં આર.એ.ડોડીયા અને તેમની ટીમ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી.અપારનાથી, ટીપીઈઓ વજુ મોવાલીયા, બીઆરસી તાલાળા અને ગીર ફાઉન્ડેશનના ભાવેશ ત્રિવેદી તેમજ જુદી જુદી 500 શાળાઓના શિક્ષક/આચાર્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande