મોડાસા,02 જાન્યુઆરી (હિ.સ.) આર.ટી.ઓ કચેરી, હિંમતનગર સાબરકાંઠા અને મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી ,મોતીપુરાના યજમાન પદે રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ. જિલ્લા અધિકારી તપન મકવાણાના અધ્યક્ષ પદે 02 જાન્યુઆરી ના રોજ યોજાયો. જેમાં ઉદ્ઘાટક પદે વિદ્યાનગરીના ટ્રસ્ટી અક્ષય પટેલ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર સાગર વાઘડીયા, અર્જુન જોશી , એન. આર. નારાયણી, બી.એમ. ચાવડા ,એમ. બી. કામડીયા ઉપસ્થિત રહ્યા હતા .કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ કે એલ પટેલે મહેમાનોને આવકારી માર્ગ સલામતી જાગૃતિ અભિયાનની યથાર્થતા વ્યક્ત કરી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં વક્તાઓએ વર્તમાન સમયમાં ટ્રાફિક દરમિયાન રાખવાની થતી કાળજી તેમજ કાયદાકીય જોગવાઈની સુંદર છણાવટ સાથે વક્તવ્યો આપ્યા હતા. સાથોસાથ પોસ્ટર પેમ્પલેટ દ્વારા નિદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. અરવિંદ એસ. પટેલ અને આભાર વિધિ પ્રો. ડો. પ્રકાશ પટેલે કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો .આવા સુંદર સહ અભ્યાસિક કાર્યક્રમના આયોજન બદલ કેળવણી મંડળના પ્રમુખ ડૉ ડી એલ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈએ આયોજકોને બિરદાવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ