વડોદરામાં સીસીટીવી પર સ્પ્રે માર્યા બાદ તસ્કરોએ કરી રૂપિયા 18 લાખની ચોરી
વડોદરા, 5 જાન્યુઆરી (હિ.સ.)-માંજલપુરમાં જવેલર્સમાં મોડી રાત્રે તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જવેલર્સમાંથી 18 લાખના દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે ત્યારે તસ્કરોએ સીસીટીવી પર સ્પ્રે માર્યુ અને ત્યારબાદ ચોરી કરી હતી બે થી ત્રણ તસ્કરો દુકા
thief


વડોદરા, 5 જાન્યુઆરી (હિ.સ.)-માંજલપુરમાં જવેલર્સમાં મોડી રાત્રે તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જવેલર્સમાંથી 18 લાખના દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે ત્યારે તસ્કરોએ સીસીટીવી પર સ્પ્રે માર્યુ અને ત્યારબાદ ચોરી કરી હતી બે થી ત્રણ તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા અને એક તસ્કરે સ્પ્રે માર્યુ અને બાકીના તસ્કરો ચોરી કરીને ફરાર થયા હતા,દુકાનનું તાળુ તોડીને આ ચોરી કરવામાં આવી છે,શો રૂમના માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સાથે સાથે ડોગ સ્કોર્ડની પણ મદદ લેવામાં આવી હતી.35 હજાર 550 કિલોગ્રામ ચાંદીના વાસણો, ભગવાનની મૂર્તિઓ અને હીરાની વીંટીની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસની અલગ-અલગ ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને પોલીસ ઝડપી લેશે તેવું રટણ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande