નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.
મનસુખ માંડવિયાએ મંગળવારે, નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઇ-શ્રમ
પોર્ટલ પર બહુભાષી કાર્યક્ષમતા શરૂ કરી. ઈ-શ્રમ પોર્ટલ હવે તમામ 22 અનુસૂચિત
ભાષાઓમાં ઉપલબ્ધ થશે.
કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે, તેમના સંબોધનમાં તમામ અસંગઠિત
કામદારોને તેમના કલ્યાણ, આજીવિકા અને
સુખાકારી માટે રચાયેલ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ઈ-શ્રમ પોર્ટલ પર
નોંધણી કરાવવા વિનંતી કરી હતી.
ઇ-શ્રમ પ્લેટફોર્મ પર વધતા વિશ્વાસને ઉજાગર કરતા માંડવીયાએ
કહ્યું કે,”પોર્ટલ પર દરરોજ
સરેરાશ 30 હજારથી વધુ
નોંધણી અસંગઠિત
કામદારો દ્વારા કરવામાં આવે છે.”
તેમણે કહ્યું કે,” ભાષીની સાથે, ઈ-શ્રમના એકીકરણની રજૂઆતથી 22 ભારતીય ભાષાઓમાં
ઈ-શ્રમ સેવાઓની, સીમલેસ ઍક્સેસ સુનિશ્ચિત થઈ છે. આ પહેલ ભાષાના અવરોધોને તોડી નાખે
છે અને અસંગઠિત કામદારોને તેમની પસંદગીની ભાષામાં સરળતાથી નોંધણી, માહિતી અપડેટ
કરવા અને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ ઍક્સેસ કરવા સક્ષમ બનાવે છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બધા માટે એક સમાવિષ્ટ અને સુલભ ડિજિટલ પ્લેટફોર્મ
બનાવવાની, અમારી સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”
મંત્રાલયના જણાવ્યા
અનુસાર,”ઈ-શ્રમને 'વન-સ્ટોપ-સોલ્યુશન' બનાવવાના વિઝનને
અનુરૂપ, આ પોર્ટલ હવે
તમામ 22 અનુસૂચિત
ભાષાઓમાં ઉપલબ્ધ થશે. અગાઉનું સંસ્કરણ, ફક્ત અંગ્રેજી, હિન્દી, કન્નડ અને
મરાઠીમાં ઉપલબ્ધ હતું. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ અને ઘણા
વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે,” દેશમાં અસંગઠિત
કામદારોને વ્યાપક સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના સરકારના પ્રયાસોમાં આ વધુ એક
સીમાચિહ્નરૂપ છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ