નવી દિલ્હી, 7 જાન્યુઆરી (હિં.સ.) નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન
લિમિટેડ (એનએચએસઆરસીએલ) એ મુંબઈ-અમદાવાદ
બુલેટના ભાગ રૂપે ગુજરાતના વલસાડ જિલ્લાના પંચલાઈ નજીકના વાઘલાધરા ગામમાં નેશનલ
હાઈવે, (એનએચ)-48 (દિલ્હી-ચેન્નઈ)ને
પાર કરવા માટે બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. ટ્રેન કોરિડોર
પ્રોજેક્ટ 210 મીટર લાંબા
પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ (પીએસસી) બ્રિજના સફળ બાંધકામની જાહેરાત કરવામાં આવી છે.
એનએચએસઆરસીએલ એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”ગુજરાતના વલસાડ
જિલ્લાના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઈવે-48 (દિલ્હી-ચેન્નઈ)ને
પાર કરવા માટે બનેલો 210-મીટર લાંબો પીએસસીબ્રિજ 2 જાન્યુઆરીએ
પૂર્ણ થયો હતો. આ પુલ 72 પ્રીકાસ્ટ
સેગમેન્ટનો સમાવેશ કરે છે અને તેનો ગાળો 40 મીટર + 65 મીટર + 65 મીટર + 40 મીટરછે. તે સંતુલિત કેન્ટીલીવર પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં
આવે છે, જે મોટા સ્પાન્સ
માટે યોગ્ય માનવામાં આવે છે. આ પહેલા, સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે નવસારી
જિલ્લામાં એનએચ-48 ને ક્રોસ કરતા
બે પીએસસીબ્રિજ 18 ઓગસ્ટ અને 1 ઓક્ટોબરના રોજ
પૂર્ણ થઈ ચૂક્યા છે. આમાંના એક પુલની લંબાઈ 260 મીટર અને બીજાની 210 મીટર છે.”
વાઘલધરા પાસેનો આ નવનિર્મિત પુલ, વાપી અને બીલીમોરા બુલેટ
ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. એનએચ-48 એ ભારતના સૌથી વ્યસ્ત હાઇવે પૈકીનો એક છે તે ધ્યાનમાં
રાખીને, અવિરત ટ્રાફિક
ફ્લો જાળવવા અને લોકોને અસુવિધા ઘટાડવા માટે, વાહનો અને કામદારો બંનેની સલામતી સુનિશ્ચિત કરવા માટે
બાંધકામનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બાંધકામ દરમિયાન, વાહનોને
સસ્પેન્ડેડ લોડ હેઠળ અથવા એક મીટરની છાયા મર્યાદામાં પસાર થતા અટકાવવા માટે
હાઇવેની બંને બાજુએ, વધારાની લેન બનાવવામાં આવી હતી. હાઈવે ટ્રાફિકમાં કોઈપણ
વિક્ષેપ ટાળવા માટે, તબક્કાવાર
ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના
તત્કાલિન જાપાની સમકક્ષ શિન્ઝો આબેએ, સપ્ટેમ્બર 2017માં અમદાવાદના સાબરમતી ખાતે, હાઈ-સ્પીડ રેલ
પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હાઈ-સ્પીડ ટ્રેન મુંબઈ
અને અમદાવાદ વચ્ચે, લગભગ બે કલાકમાં મુસાફરી કરશે. તે મહારાષ્ટ્રમાં 155.76 કિમી, દાદરા અને નગર
હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં 4.3 કિમી અને ગુજરાતમાં 348.04 કિમીનું અંતર કાપશે.જેમાં 12 સ્ટેશનો આવરી
લેવામાં આવશે. ગુજરાતમાં આઠ સ્ટેશન છે (સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી) અને મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન છે -
બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ