પાટણ,9 જાન્યુઆરી (હિ.સ.) નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ દ્વારા રાધનપુર ખાતે યોજાયેલ કૌશલ્ય ઉત્સવ (સ્કિલ કોમ્પિટિશન)માં કુલ 11 શાળાઓએ ભાગ લીધો હતો. આ દરમ્યાન શાળાની કૃતિએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.
આ કૃતિને પ્રદર્શિત કરનાર વિદ્યાર્થીઓ રાજપૂત મયુર અને બધેલા આકાશ સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો હિમાનીબેન પટેલ અને ભાવનાબેન જોષીનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યો. સમગ્ર NGES કેમ્પસના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ડૉ. પંચાલી, કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ, આચાર્ય ઝેડ. એન. સોઢા અને શાળા પરિવારે વિજયી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર