પાટણ,9 જાન્યુઆરી (હિ.સ.) પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 9 જાન્યુઆરી 2025ના રોજ નોબલ પારીતોષિક વિજેતા વૈજ્ઞાનિક ડો. હર ગોવિંદ ખોરાનાની જન્મજયંતિ અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 250થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.
નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક હર ગોવિંદ ખોરાનાના જીવન, પ્રોટીન સંશ્લેષણમાં તેમના કાર્ય, અને યીસ્ટમાં પ્રથમ કૃત્રિમ જનીનનું સંશ્લેષણ વિશે વર્ણન કરતું ડોક્યુમેન્ટ્રી અને વૈજ્ઞાનિક ચર્ચા પ્રસ્તુત કરવામાં આવી હતી.પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, નોબલ પારીતોષિક વિજેતા ડો. હરગોવિંદ ખોરાનાની જીવનયાત્રા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક છે. તેમણે શીખવેલ કાર્યશૈલી અને યોગદાન વૈજ્ઞાનિક શોધખોળ માટે માર્ગદર્શક બની રહેશે. આ સાથે, પ્રવાસી ભારતીય દિવસના ઉજવણીનો ઉદ્દેશ છે કે, ભારતીયોની વૈશ્વિક યોગદાનનો સન્માન કરી નવી પેઢી આ મહાન વૈજ્ઞાનિકોના કાર્યથી પ્રેરણા લઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર