પાટણ,9 જાન્યુઆરી (હિ.સ.) ઉત્તર ઝોનકક્ષાનો કલા ઉત્સવ 2024 મહેસાણામાં યોજાયો હતો. જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલની વિધ્યાર્થી આચાર્ય નેહા તુષારભાઈએ પ્રદેશકક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેમણે આ સફળતા દ્વારા પાટણ જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે દીકરી નેહા અને તેના માર્ગદર્શક શિક્ષક ડાહ્યાભાઈ દેસાઈને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટીવ ડાયરેકટર ડૉ. પંચાલી, CDO પ્રો. જય ધ્રુવ, શાળાના આચાર્ય ઝેડ. એન. સોઢા અને શાળા પરિવારે અભિનંદન પાઠવી અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર