મોડાસા, 8 જાન્યુઆરી (હિ.સ.) દુનિયાભરના ઉમિયા માતાજી મંદિરનું વિશ્વઉમિયાધામ સાથે વૈશ્વિક જોડાણ કરાશે: આર.પી.પટેલઅમેરિકાના 6 ઉમિયાધામના પ્રમુખ વિશ્વઉમિયાધામ ખાતે ઉપસ્થિત રહ્યા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત સામાજિક સશક્તિકરણ અને આસ્થા - એકતા-ઊર્જા અને શક્તિના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્યપૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ન માત્ર ભારત પણ વિદેશની ધરતી પર વસતા મા ઉમિયાના ભક્તો માટે મંગળવારે NRI સ્નેહમિલન અને અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં અમેરિકા-કેનેડા-ઓસ્ટ્રેલિયા-આફ્રિકા- ન્યુઝીલેન્ડ અને UKના 250થી વધુ NRI પરિવારજનો ઉપસ્થિતિ રહ્યા હતા.NRI સ્નેહમિલન અને અભિવાદન સમારોહમાં અમેરિકામાં આવેલા તમામ 6 જેટલા ઉમિયાધામના પ્રમુખઓ વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા હતા. તો વળી અમેરિકાના 25થી વધુ શહેરના NRI પરિવારજનોએ કાર્યક્રમની શોભા વધારી હતી.આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલ જણાવે છે કે દુનિયાભરના ઉમિયા માતાજી મંદિરનું વિશ્વઉમિયાધામ સાથે વૈશ્વિક જોડાણ કરાશે. આગામી સમયમાં અમેરિકા-કેનેડા-UK-આફ્રિકા- ઓસ્ટ્રેલિયા અને ભારત એમ 7 દેશમાં વિશ્વઉમિયાધામ પ્રિમિયર ક્રિકેટ લિગ રમાડવામાં આવશે. વધુમાં આર.પી.પટેલ જણાવે છે કે આ કાર્યક્રમથી NRI પરિવારજનો દેશ પ્રત્યેની લાગણી વધારવાનો છે. તેમજ અમેરિકામાં થતી વિવિધ પ્રવૃતિઓની ચર્ચા કરવાનો છે.મહત્વનું છે કે અમેરિકાના 6 વિવિધ રાજ્યોમાં જગત જનની મા ઉમિયાના ધામ છે, જેમના પ્રમુખ એવમ્ હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ