પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકના માંડવા ગામના મહિલા સરપંચના પુત્ર સામે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધવામા આવી છે. મંજુરી વગર રાજકીય જનસભાનુ આયોજન કરવામા આવતા ફરીયાદ નોંધવામા આવી છે માંડવા ગામે તંત્રની મંજુરી વગર રાજકીય જનસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.માંડવાના મહિલા સરપંચના પુત્ર વેજાભાઇ મારખીભાઈ વરૂ એ રામ મંદિર ચોકમા રાજીકીય જનસભાનુ આયોજન કર્યુ હતુ તેમની સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમા જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવામા આવ્યો હતો જેને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે.ચર્ચા મુજબ આમ આદમી પાર્ટીની જનસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya