પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ કરી દેવામા આવતા આ વિસ્તારના લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે બે વખત ફાટક નજીક એકત્રીત થઈ અને ઉગ્ર દેખાવો કર્યા હતા તેમજ જીલ્લા કલેકટરને રજુઆત કરી હતી આ ઉપરાંત પોરબંદરના ધારસભ્ય અને સાંસદને રજુઆત કરવાછતા ફાટક ખોલવામા નહિં આવતા સ્થાનિકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ફરી આ વિસ્તારની મહિલાઓ ફાટકના મુદે મેદાને આવી હતી આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામા લોકો એકત્રીત થઇ અને જીલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે દોડી ગઇ હતી અને આવેદનપત્ર પાઠવી ફાટક ખોલવાની માંગ કરી હતી ત્યારે બાદ રેલવે વિભાગના જવાબદાર અધિકારી સમક્ષ રજુઆત કરવા માટે દોડી ગયા હતા અને અધિકારીને એવુ કહ્યુ હતુ તમે જેમ ફાટક બંધ કરી દીધુ તેમ અમે ટ્રેનને રોકી દઈએ તો તેમને કેમ લાગ આ રીતે ઉગ્ર રજુઆત કરી અને અધિકારીને ઉઘડો લીધો હતો આ વિસ્તારની મહિલાઓએ એવુ જણાવ્યુ હતુ કે રેલવે વિભાગે જે વૈકલ્પિક રસ્તો આપ્યો છે તે પાણીનો વહેણ છે. આ રસ્તો યુવતિ-મહિલાઓ માટે સલામત નથી હવે ફાટક નહિં ખોલે તો ઉગ્રઆંદોલન કરવાની ચિમકી આપી હતી તેમજ વડાપ્રધાનને પત્ર લખવામા આવશે તેમ જણાવ્યુ હતુ મહિલાઓ સ્થાનિક રાજકીય આગેવાનો સામે પણ આક્રોશ વ્યકત કર્યો હતો ફાટકના મુદે હવે મહિલાઓ મેદાને આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya