પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના વિસવાડા ગામે માથભારે શખ્સનો આતંક જોવા મળી રહ્યો છે.બેંક ઓફ બરોડામા એક શખ્સ ધારીયુ લઈ ઘુસી ગયો હતો અને ભયનો માહોલ સર્જી દીધો હતો વિસવાડા ગામે આવેલી બેંક ઓફ બરોડા બેંકમા અનિલ સાંજણ કેશવાલા નામનો શખ્સ ધારીયુ લઇ ઘુસી ગયો હતો અને બેંકના કર્મચારી સૌરભકુમાર પ્રબોદકુમારને ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરી હતી આ બનાવ અંગે મિંયાણી મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya