પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરમા દોઢ વર્ષ પૂર્વે ચોમાસાના સમયમા વરસાદી પાણીના નિકાલ માટે રાજાશાહી વખતની સાંઢીયા ગટર ખોલવામા આવી હતી તેની સફાઇની જવાબદારી મનપાની હોય હજુ સુધી કોઇ કામગીરી નહિં થતા લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે આજે સામાજીક અગ્રણિ જીતેન્દ્રભાઈ મદલાણીએ સાંઢીયા ગટરને લઈ પોસ્ટર મારતા ભારે ચર્ચા જોવા મળી રહી છે .જાણે મનપાની આબરૂના ધજાગરા થયા હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે સાંઢીયા ગટરના કારણે મુખ્ય એમજી રોડ બાલુબા કન્ય વિદ્યાલય નજીક સાંઢિયા ગટરની કામગીરી થઈ ન હોય તેમજ પતરા મારી દેવામા આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે જાગૃત સામાજીક આગેવાન જીતેન્દ્રઈ મદલાણીએ પોરબંદરનો વિકાસ ઘરડો થયો છે. પોરબંદરવાસીઓ ખુશ થાઓ અમે સોનાની ગટર બનાવીશુ આ પ્રકારના પોસ્ટર મારી દેતા લોકોમા પણ ભારે કુતુહુલ સર્જાયુ હતુ સામાજીક આગેવાન જીતેન્દ્ર મદલાણીને લોકો બિરદાવી રહ્યા છે હવે પોરબંદરની જનતા જાગૃત બની હોય તેમ વિવિધ મુદે અધિકારીઓ અને પદાધિકારીઓ સામે આક્રોશ વ્યકત કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya