સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.)-શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે દાહોદના એક યુવકના સંપર્કમાં આવી હતી. દાહોદના યુવકે તેની સાથે મિત્રતા કરી ખોટી ખોટી મોટી મોટી ડંફાસો મારી હતી અને પોતે બીએસસી પૂરું કર્યું હોવાનું તથા બી.એચ.એમ.એસ માં અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી બાદમાં યુવતીએ તપાસ કરતા આ તમામ હકીકતો ખોટી હોવાનું સામે આવતા તેમણે તેમની સાથે મિત્રતા તોડી નાખી હતી. એટલું જ નહીં પરંતુ યુવકના અગાઉ લગ્ન પણ અગાઉ લગ્ન પણ થયા હતા અને તેની પત્ની સાથે છુટાછેડા પણ થયા હોવાની વાત સામે આવતા યુવતીએ તેને ફોન મેસેજ કરવાની ના પાડી હતી. પરંતુ બાદમાં પણ યુવકે તેનો પીછો કરવાનું ચાલુ રાખી ફોન મેસેજ કરી હેરાન પરેશાન કરતા કરતો હતો. આ ઉપરાંત યુવતીના ભાઈને પણ ધમકીઓ આપતો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે વરાછા વિસ્તારમાં એલએચ રોડ પર રેતી 18 વર્ષની યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાળીયા ડોક ગામનો વતની પંકજ ઉર્ફે પ્રિન્સ કાનજીભાઈ તડવી ના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા થયા બાદ પંકજે તેમને જણાવ્યું હતું કે પોતે બીએસસી પૂરું કર્યું છે અને હાલમાં હોસ્પિટલમાં બીએચએમએસ માં અભ્યાસ કરી રહ્યો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે તેવું પણ જણાવ્યું હતું. જેથી યુવતીએ આ તમામ હકીકત સાચી છે કે કેમ તેની તપાસ કરાવતા તેમણે જણાવેલી તમામ હકીકતો તદ્દન ખોટી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ પંકજ ઉર્ફે પ્રિન્સના અગાઉ લગ્ન પણ થઈ ગયા હતા અને તેની પત્ની સાથે છૂટાછેડા પણ થઈ ગયા હોવાનો પણ સામે આવ્યું હતું. જેથી આખરે યુવતીએ તેમની સાથે મિત્રતા રાખવાની ના પાડી દીધી હતી અને પોતાનો સંપર્ક નહીં કરવા માટે જણાવ્યું હતું. પરંતુ પંકજ અવારનવાર ફોન મેસેજ કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં પરંતુ જો તેની સાથે વાત નહીં કરે તો તેના ફોટા માતા-પિતાને મોકલી આપીશ અને હજુ મારી પાસે તારા એડિટ કરેલા ન્યૂડ ફોટાઓ છે તે પણ વાયરલ કરી દઈશ તેવી ધમકીઓ આપતો હતો. આ ઉપરાંત યુવતીના ભાઈને પણ ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી ધાક ધમકી આપતો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે પંકજ પ્રિન્સ તડવી સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે