પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.) રાણાવાવ પો.સ્ટેના પો.ઈન્સ એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના અધિકારીઓને ખાસ સુચના આપેલ હોય જે અન્વયે પો.સબ.ઈન્સ. આર.વી.મોરી તથા રાણાવાવ પો.સ્ટાફના અધિકારીઓ દ્વારા અરજદાર પીતાંબર દામજીભાઈ ધોકીયાનો મોબાઈલ SUMSUNG M 21 કિ.રૂ.15,999, નરશી વાલજીભાઈ શિયાણીનો મોબાઈલ VIVO Y200 PRO કિંમત રૂ.26,000, કરશન ભીખાજી પઢિયારનો મોબાઈલ VIVO 12 5G 21,000 , રાજશી દાનાભાઈ કરમુરનો મોબાઈલ VIVO Y 18 કિ.રૂ. 8000 તથા રામા બચુભાઈ ઓડેદરાનો મોબાઇલ REDMI 14 C SG કી.રૂ 9500જે ખોવાઇ ગયા હતા. પોલીસે કિ.રૂ.80,499/- ની કિંમતના આ પાંચ મોબાઇલ CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રર્મ અંતર્ગત અરજદારોને પરત સોપી આપેલ છે. આ કામગીરી રાણાવાવ પો.સ્ટે. ના પો.ઈન્સ.એન.એન. તળાવીયા તથા પો.સબ.ઈન્સ. આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, તથા પો.કોન્સ.સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ તથા ભરત કાનાભાઈ દ્વારા કરવામાં આવેલ હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya