સોમનાથ બેંક સખી બનવાનો હરખ વ્યક્ત કરતાં શિતલબહેન
સોમનાથ,15 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથમાં વિકાસ સપ્તાહ અંતર્ગત તમામ તાલુકાઓમાં વિકાસ રથના માધ્યમથી લાભાર્થીઓને ઘરઆંગણે જ સહાય પહોંચાડવામાં આવી હતી. આવા જ એક લાભાર્થી શિતલબહેને પોતાનો હકારાત્મક પ્રતિભાવ જણાવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આ
બેંક સખી બનવાનો હરખ


સોમનાથ,15 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથમાં વિકાસ સપ્તાહ અંતર્ગત તમામ તાલુકાઓમાં વિકાસ રથના માધ્યમથી લાભાર્થીઓને ઘરઆંગણે જ સહાય પહોંચાડવામાં આવી હતી. આવા જ એક લાભાર્થી શિતલબહેને પોતાનો હકારાત્મક પ્રતિભાવ જણાવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદ્રી ગામના વતની રામ શિતલ લખમણભાઈને ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત વિકાસ રથના માધ્યમથી કૃષિ સખીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

શિતલબહેને બે વર્ષ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનની તાલિમ લીધી છે. તેમણે બેંક સખીની પણ તાલીમ લીધી છે. જેના કારણે એસ.બી.આઈ. આદ્રી ખાતે તેઓ હાલ ફરજ બજાવી રહ્યાં છે.શિતલબહેને વિકાસ રથના માધ્યમથી સહાય આપવા બદલ અને આત્મનિર્ભર બનાવવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande