વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા નવા 6 રૂટની શરૂઆત વેરાવળ-ભુજ, વેરાવળ-વડોદરા, વેરાવળ-વલાદર અને વેરાવળ-પોરબંદર રૂટ શરૂ કરાયો
સોમનાથ, 15 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત એસ.ટી. દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને હાલાકી ન પડે તેને લક્ષમાં લઈ નવા 6 રૂટની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી લોકોની આવાગમનની સુવિધા વધુ સરળ બનશે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ એસ.ટી.ડેપોમાં
વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા નવા ૬ રૂટ


સોમનાથ, 15 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત એસ.ટી. દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને હાલાકી ન પડે તેને લક્ષમાં લઈ નવા 6 રૂટની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી લોકોની આવાગમનની સુવિધા વધુ સરળ બનશે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ એસ.ટી.ડેપોમાં મુસાફરોની ભીડ રહેતી હોય છે. સોમનાથ મહાદેવના દર્શને હજારો દર્શનાર્થીઓ આવતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓને યોગ્ય મુસાફરીનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોને 6 નવી બસ ફાળવવામાં આવી છે.

વેરાવળ એસ.ટી.ડેપોને ફાળવવામાં આવેલ 6 બસમાંથી વેરાવળ-ભુજ રૂટ પર બે, વેરાવળ-વડોદરા રૂટ પર બે, વેરાવળ-વલાદર રૂટ પર એક મીની બસ અને વેરાવળ-પોરબંદર રૂટ પર એક મીની બસ શરૂ કરવામાં આવી છે.

આ નવી બસ સેવાઓ સોમનાથના દર્શને આવતા યાત્રિકો અને સ્થાનિક મુસાફરોની સફર વધુ આરામદાયક તેમજ સગવડ્યુક્ત બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande