જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને 'વિકાસ સપ્તાહ'નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો
સોમનાથ,15 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં યોજાઈ રહેલી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે નાગરિકોને અનેકવિધ પ્રકલ્પોની ભ
સમાપન સમારોહ યોજાયો


સોમનાથ,15 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં યોજાઈ રહેલી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે નાગરિકોને અનેકવિધ પ્રકલ્પોની ભેટ મળી છે.

7 ઓક્ટોબરથી શરૂ થયેલ આ ‘વિકાસ સપ્તાહ’ આજરોજ એટલે કે 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયો છે. જેના ઉપલક્ષમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને આ અંગેનો સમાપન સમારોહ પ્રભાસપાટણના રામમંદિર ખાતે યોજાયો હતો.સમગ્ર 'વિકાસ સપ્તાહ' દરમિયાન જિલ્લાના રૂ.6.29 કરોડનાં 146 કામોનું ખાતમૂહુર્ત અને રૂ. 42.83 કરોડના 2130 કામો જનસમર્પિત થયાં હતાં.

જિલ્લા પંચાયત પ્રમુખએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નાગરિકોની સુખાકારીના ભગીરથ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી સમગ્ર રાજ્ય સાથે જિલ્લામાં પણ 'વિકાસ સપ્તાહ'ની રંગેચંગે ઉજવણી થઈ છે. મક્કમ નિર્ધાર સાથે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે એવી સરકારની શુભનીતિ રહી છે. રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે એવા અનેકવિધ જનસુખાકારીના પ્રકલ્પો ખૂલ્લા મુકાયાં છે.

પ્રમુખએ વધુમાં 'વિકાસ સપ્તાહ' દરમિયાન નાગરિકોની સુખાકારી માટે ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય અને સિંચાઈ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ સહિતના વિવિધ વિભાગો દ્વારા જિલ્લામાં કરવામાં આવેલા નાગરિકલક્ષી કામોનો ચિતાર રજૂ કર્યો હતો.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાનીએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ એ રાજ્યની વિકાસ યાત્રાનું એક નવું ચરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય એ વિકાસના અવનવા શિખરો સર કર્યા છે. નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે રૂ.50 કરોડના કામ પૂરા કર્યા છે અને રૂ.81 કરોડના કામો ગતિમાન છે. આમ કહી તેમણે નાગરિકો માટેના વિવિધ પ્રકલ્પો સમર્પિત કરાયાની ખુશી વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જનસુખાકારી માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનું સરકાર દ્વારા ઘડતર કરવામાં આવે છે. જેની અમલવારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 'વિકાસ રથ'ના માધ્યમથી નાગરિકોને હાથોહાથ લાભ પહોંચાડવામાં આવ્યાં છે. આજના લોકાર્પણ અને ખાતમૂહુર્તના માધ્યમથી જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો થશે એવી આશા આ તકે એમણે વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande