ટપાલ વિભાગ જાન્યુઆરીથી નવી સેવાઓ શરૂ કરશે, જેમાં 24 કલાક અને 48 કલાકની અંદર ગેરંટીકૃત ડિલિવરીનો સમય હશે.
- મેઇલ અને પાર્સલ સેવાઓ પણ ગેરંટીકૃત ડિલિવરી સમય સાથે શરૂ કરવામાં આવશે. નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે,” ભારતીય પોસ્ટ આવતા વર્ષે જાન્યુઆરીમ
પોસ્ટ


- મેઇલ અને પાર્સલ

સેવાઓ પણ ગેરંટીકૃત ડિલિવરી સમય સાથે શરૂ કરવામાં આવશે.

નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે,” ભારતીય પોસ્ટ આવતા વર્ષે

જાન્યુઆરીમાં 24 કલાક અને 48 કલાક ડિલિવરી

સમય સાથે ગેરંટીકૃત મેઇલ અને પાર્સલ સેવાઓ શરૂ કરશે. જેમાં અમે મેઇલ અને પાર્સલ

માટે ગેરંટીકૃત ડિલિવરી સમય સાથે નવા ઉત્પાદનો લોન્ચ કરી રહ્યા છીએ.

અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા, કેન્દ્રીય

સંદેશાવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે,” જાન્યુઆરીમાં 24 કલાક અને 48 કલાક મેઇલ

ડિલિવરી અને આગામી દિવસે પાર્સલ ડિલિવરી શરૂ થશે.” તેમણે ઉમેર્યું હતું કે,”

વર્તમાન 3-5 દિવસની જગ્યાએ, આગામી દિવસે

ડિલિવરી સુનિશ્ચિત કરતી, પાર્સલની આગામી દિવસે ડિલિવરી માટે સમાન સેવાઓ ઉપલબ્ધ

થશે.” મંત્રીએ કહ્યું કે,” સરકાર 2029 સુધીમાં ભારતીય પોસ્ટને ખર્ચ કેન્દ્રમાંથી નફા કેન્દ્રમાં

પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખે છે.”

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,” આ નવી

સેવા જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય ઈન્ડિયા પોસ્ટના સંચાલનને

આધુનિક બનાવવા, ગ્રાહકોનો

વિશ્વાસ વધારવા અને ખાનગી કુરિયર સેવાઓ સાથે વધુ અસરકારક રીતે સ્પર્ધા કરવાનો છે, જેનાથી દેશભરમાં

ઝડપી અને વધુ વિશ્વસનીય ડિલિવરી સુનિશ્ચિત થશે.”

મીડિયાને સંબોધતા, જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગયા વર્ષમાં ઈન્ડિયા પોસ્ટ ઓફિસની

પરિવર્તનશીલ પ્રગતિ પર પણ પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે,” અમારા ગ્રામીણ

ડાક સેવકો ભારતની રાજધાની છે. તેઓ ગામડે ગામડે જાય છે, વિશ્વાસ અને

પ્રેમના સંબંધો સ્થાપિત કરે છે. તેમના સશક્તિકરણ અને વ્યાવસાયિક તાલીમના આધારે, આપણે તેમના માટે

વ્યવસાયની નવી લાઇન શરૂ કરીને પ્રગતિ અને વિકાસ પણ સુનિશ્ચિત કરવો જોઈએ.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ / અમરેશ

દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande