વારાણસી, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.)
પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ, કાશીના પ્રખ્યાત અન્નપૂર્ણા
મંદિરમાં, અન્નપૂર્ણા દેવી માટે સોનાના ઘરેણાં મોકલ્યા છે, સાથે જ પૂજારીને
શુભેચ્છા કાર્ડ પણ મોકલ્યું છે.
શુક્રવારે, અન્નપૂર્ણા મંદિરના મહંત શંકરપુરી મહારાજે પત્રકારોને
જણાવ્યું હતું કે,” પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારે તેમને અન્નપુર્નેશ્વરી
માટે શુભેચ્છા કાર્ડ અને સોનાના ઘરેણાં મોકલ્યા છે. ધનતેરસના દિવસે, દરવાજા ખુલતા
જ અંબાણી પરિવાર દ્વારા મોકલવામાં આવેલી સાડી, અન્નપૂર્ણા માતાને અર્પણ કરવામાં
આવશે. અંબાણી પરિવારે ઘરેણાં પણ મોકલ્યા છે,જેને શૃંગારમાં
શામેલ કરાશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને દર્શનોપરાંત, માતા
અન્નપૂર્ણાનો પ્રસાદ અહીંથી મોકલવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / શ.ચંદ્ર / દિલીપ શુક્લા / સુનિલ
સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ