દુબઈથી અમૃતસર એરપોર્ટ પર બે મુસાફરોની ધરપકડ, ₹94 લાખનું ગેરકાયદેસર સોનું જપ્ત
ચંડીગઢ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) ની એક ટીમે, અમૃતસરના ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી વખતે દુબઈથી આવતા બે મુસાફરોને રંગે હાથે પકડી લીધા. બંને મુસાફરોએ
દુબઈથી અમૃતસર એરપોર્ટ પર બે મુસાફરોની ધરપકડ, ₹94 લાખનું ગેરકાયદેસર સોનું જપ્ત


ચંડીગઢ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ)

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) ની એક ટીમે, અમૃતસરના ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર

સોનાની દાણચોરી કરતી વખતે દુબઈથી આવતા બે મુસાફરોને રંગે હાથે પકડી લીધા. બંને

મુસાફરોએ પોતાના કપડામાં સોનાના દાગીના છુપાવ્યા હતા. જપ્ત કરાયેલા સોનાની કુલ

કિંમત આશરે ₹94 લાખન હોવાનો

અંદાજ છે.

અમૃતસર પ્રાદેશિક એકમને બાતમી મળી હતી કે,” દુબઈથી આવતા

કેટલાક મુસાફરો સોનાની દાણચોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારબાદ, અધિકારીઓએ અમૃતસર

એરપોર્ટ પર તપાસ હાથ ધરી અને બે મુસાફરોને અટકાયતમાં લીધા જેમને તેમના કાર્ગો

પેન્ટના ખિસ્સામાં સોનાના દાગીના છુપાવવાની શંકા હતી.

વ્યક્તિગત તપાસ દરમિયાન, અનુક્રમે 430.440 ગ્રામ અને 396.440 ગ્રામ વજનના

સોનાના દાગીના મળી આવ્યા. સોનાની અંદાજિત બજાર કિંમત ₹48,95,601 અને ₹45,00,817 છે. પ્રાથમિક

પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ

ખુલાસો કર્યો કે તેઓ તહેવારોની મોસમ દરમિયાન ભારતમાં આ દાગીના વેચવાની યોજના બનાવી

રહ્યા હતા.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande