જામનગરના સઈ સુથાર યંગ ગ્રુપ દ્વારા 220 વિદ્યાર્થીનું સન્માન કરાયું
જામનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : સઈ સુથાર યંગ ગ્રુપ-જામનગર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ક્રિષ્ના વાઘેલા અને રિતુ પીઠડિયાએ અભિનય સાથે સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ
વિદ્યાર્થીઓનું સન્માન અને માર્ગદર્શન


જામનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : સઈ સુથાર યંગ ગ્રુપ-જામનગર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ક્રિષ્ના વાઘેલા અને રિતુ પીઠડિયાએ અભિનય સાથે સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં રર૦ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ધો. ૧ થી ૧ર મા પ્રથમ, દ્વિતીય, અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગિફ્ટ આપવામાં આવી હતી. જયેશભાઈ વાઘેલાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમના મહેમાનોમાં દિપકભાઈ રાઠોડ, હરિશભાઈ જંગબારી, દિપકભાઈ પીઠડિયા, સુરેશભાઈ મકવાણા, રજનીભાઈ ટંકારિયા, જયેશભાઈ પીઠડિયા, દિપકભાઈ પરમાર, હિતેષભાઈ પીઠડિયા, રસિકભાઈ વાઘેલા, મુકેશભાઈ ગોહેલ, જીતુભાઈ પરમાર, સંજયભાઈ ધામેચા, દિનેશભાઈ ટંકારિયા, આ ઉપરાંત જામનગરના અગ્રણી દાતાશ્રીઓ કમલેશભાઈ રાઠોડ, સંજયભાઈ સાંચલા, હિરેનભાઈ પીઠડિયા, પ્રજ્ઞાબેન ટંકારિયા, ભાવનાબેન સોલંકી, પૂજાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત જ્ઞાતિ પ્રમુખ તેમજ તેમની કમિટી દ્વારા સઈ સુથાર યંગ ગ્રુપ કમિટી-જામનગરનું સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande