પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.): બિલિયાગામ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના આંગણે ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું ભવ્ય આયોજન થયું, જે મંદિર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વરદ્દહસ્તે પ્રતિષ્ઠિત થયું હતું. મહોત્સવમાં શ્રદ્ધા, સેવા અને ભક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો.
મહોત્સવના શુભારંભ પ્રસંગે યોજાયેલી પોથીયાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કરાવ્યું હતું. આ પવિત્ર યાત્રાનું યજમાનત્વ સ્વ. મણીલાલ નારાયણદાસ પટેલ (સિદ્ધપુર)ના પુત્રો દિનેશભાઈ અને સુરેશભાઈએ નિભાવ્યું હતું.
સમગ્ર મહોત્સવ દરમિયાન પૂજ્ય સંતોએ આશીર્વચન આપી ભક્તોને ધર્મ, ભક્તિ અને ઉત્કર્ષના માર્ગે અડગ રહી જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂજ્ય સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ