મહેસાણા-ઊંઝા હાઇવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, અનેક મુસાફરોને ઇજા
મહેસાણા, 23 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા-ઊંઝા હાઇવે પર નવા વર્ષની રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મુજબ, રાત્રે આશરે 9.30 વાગ્યે ભાડું હાઇવે નજીક મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અથડામ
મહેસાણા-ઊંઝા હાઇવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત — અનેક મુસાફરોને ઇજા


મહેસાણા-ઊંઝા હાઇવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત — અનેક મુસાફરોને ઇજા


મહેસાણા, 23 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા-ઊંઝા હાઇવે પર નવા વર્ષની રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મુજબ, રાત્રે આશરે 9.30 વાગ્યે ભાડું હાઇવે નજીક મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને મોટાપાયે નુકસાન થયું હતું.

સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અનેક મુસાફરોને ઇજા પહોંચી છે, જોકે કેટલા લોકોને ઇજા પહોંચી છે તેની ચોક્કસ માહિતી હજી સુધી મળી નથી. અકસ્માત બાદ મહેસાણા અને ઊંઝા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી શરૂ કરી હતી.

આ અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતનું કારણ સ્પષ્ટ ન બન્યું હોવા છતાં પ્રાથમિક અનુમાન મુજબ બસની ગતિ વધુ હોવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande