જામનગરમાં માનસિક દિવ્યાંગ બાળકો 'સિતારે જમીં પર' નિહાળીને ખુશખુશાલ
જામનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : રોટરી કલબ આસ્થા ડે કેર સેન્ટરના મેન્ટલી ચેલેન્જ બાળકોએ આમીરખાન અભિનીત સીતારે જમીં પર ફિલ્મ નિહાળી હતી. તાજેતરમાં જામનગરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા રોટરી કલબ ઓફ જામનગર અને રોટ્રેક્ટ કલબ જામનગરના સંયુકત ઉપક્રમે
મનોદિવ્યંગ બાળકો


જામનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : રોટરી કલબ આસ્થા ડે કેર સેન્ટરના મેન્ટલી ચેલેન્જ બાળકોએ આમીરખાન અભિનીત સીતારે જમીં પર ફિલ્મ નિહાળી હતી. તાજેતરમાં જામનગરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા રોટરી કલબ ઓફ જામનગર અને રોટ્રેક્ટ કલબ જામનગરના સંયુકત ઉપક્રમે અંધજનનું વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના સહયોગથી મેન્ટલી ચેલેન્જ બાળકોના ડે કેર સેન્ટર આસ્થાના બાળકો તેમજ તે વિસ્તારના રોટરી કોમ્યુનિટી સેન્ટરના ટ્યુશન કલાસના બાળકો અને વાલીઓ શિક્ષકો તથા રોટેરીયન મિત્રો સાથે ૧૫૦થી વધુ લોકોએ મેન્ટલી ચેલેન્જ બાળકો સાંકળતી અભિનિત આમીરખાનની ફિલ્મ સીતારે જમીં પર આઈનોક્સ થિએટરમાં નિહાળીને ખૂબ આનંદ માણ્યો હતો. આ માટે રોટકી કલબ જામનગરના પ્રમુખ હિતેશ ચંદરીયા, સેક્રેટરી નિહાર માલદે, રોટ્રેક્ટ પ્રેસિડન્ટ જીમીત ચંદરીયા, સેક્રેટરી પૂર્વા કતિરા, કપિલ નાગોરી તેમજ હેમાલી શાહ અને રોટ્રેકટ મિત્રો હાજર રહી વિશેષ જહેમત ઉઠાવી હતી. રોટકી કલબ જામનગરના પ્રોજેક્ટ ચેર ભાવિન પટેલ અને લલિત જોશીએ સંચાલન કરેલ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande