કેન્દ્રીય મંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમીત શાહના 62માં જન્મદિવસે સોમનાથ મંદિરમાં ધાર્મિક આયોજન
સોમનાથ, 23 ઓક્ટોબર (હિ.સ.) : સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહ સાહેબના 62‘ માં જન્મદિવસ નિમીત્તે સોમનાથ મંદીરમાં આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવેલ. તેમના પ્રતીનીધ
સોમનાથ મંદિરમાં ધાર્મિક આયોજન


સોમનાથ, 23 ઓક્ટોબર (હિ.સ.) : સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહ સાહેબના 62‘ માં જન્મદિવસ નિમીત્તે સોમનાથ મંદીરમાં આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવેલ. તેમના પ્રતીનીધિ સ્વરૂપે સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ તથા ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ અને પૂજન કરવામાં આવેલ.

અમીતભાઈના નિરામય દિર્ઘાયુષ્ય અને સમગ્રલક્ષી કલ્યાણની પ્રાર્થના સાથે મહાપૂજા માટે પૂજન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતઓ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ પાસે ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહના નિરામય અને દિર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામા આવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande