દીકરીએ પ્રેમ લગ્નની જીદ કરતાં માતા-પુત્રએ કરી હત્યા, લાશ ચેકડેમમાં ફેંકી
ભાવનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમ સંબંધના વિરોધમાં માતા અને પુત્રએ મળીને ઘરમાં જ દીકરીની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૃતક યુવતીના પિતા હિંમત સરવૈયા એ નોંધાવેલી
હત્યા કરનાર માતા પુત્ર


ભાવનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમ સંબંધના વિરોધમાં માતા અને પુત્રએ મળીને ઘરમાં જ દીકરીની હત્યા કરી નાખી હતી.

આ બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૃતક યુવતીના પિતા હિંમત સરવૈયા એ નોંધાવેલી ફરિયાદમાં આજથી લગભગ એક વર્ષ પહેલાં તેમની 22 વર્ષીય પુત્રી પારૂલને તેના ભાઈ પ્રકાશ દ્વારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર શિહોરના વિવેક નામના છોકરા સાથે વાત કરતા પકડી પાડી હતી.

હત્યા બાદમાં પુરાવાનો નાશ કરવા લાશને ખાલી ચેકડેમમાં ફેકી દીધી હતી. આ ઘટનાની જાણ પિતાને થતાં તેમણે પત્ની અને પુત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને માતા-પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ ઘરે સતત પોલીસની પૂછપરછથી હિંમતભાઈને શંકા ગઈ અને તેમણે પત્ની દયાબેનને પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડની હકિકત સામે આવી હતી. દયાબેન અને પુત્ર પ્રકાશે તેમની ભૂલ કબુલી પિતા પાસે મદદ માગી હતી, પરંતુ દીકરીને ન્યાય મળે તે હેતુથી હિંમત સરવૈયાએ મોડેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે પિતા હિંમતભાઈની ફરિયાદના આધારે મૃતક પારૂલના માતા દયાબેન અને ભાઈ પ્રકાશ વિરૂદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ બંનેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande