
ગીર સોમનાથ, 25 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લાના વાહન માલિકો માટે દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરિઝ GJ32AKના બાકી રહેલા ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓકશન કરવામાં આવશે. જે અન્વયે ઓનલાઇન અરજીનો તા. 28/10/2025 સમયગાળો થી તા.30/10/2025 સુધી સાંજે 4 વાગ્યા પહેલાનો રહેશે. તેમજ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.30/10/2025 થી 11/11/2025 સુધીનો રહેશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા
માટે વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVA HAN GOV.IN (પરિવહન)વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યાર બાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ