
ગીર સોમનાથ, 25 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ પંથકમાં વરસાદથી ખેડૂતોને વાવેલ ચોમાસુ પાક મગફળી સોયાબીન જુવાર પાકોમાં નુકસાનીનો ભય લાગી રહ્યો છે. વહેલી સવારથી ગરમીના સતત બફારા બાદ વરસાદ આવતા જગતનો તાત ચિંતીત થયો છે. હાલ ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસુ પાક મગફળી સોયાબીન જેવા પાક ઉપર આવતા લણવાની સીઝન ચાલી રહી છે,
ત્યારે વરસાદ ખાબકતા આ વરસાદથી ખેડૂતોના મોલમાં નુકસાન થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ