રાજકોટના વીંછિયા નજીક રોડની સાઈડ ઉપર ઉભેલા ત્રણ યુવકોને કારે હડફેટે લીધા, એકનું મોત
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં વીંછિયા-બોટાદ રોડ પર એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ કારચાલકે રોડની સાઈડમાં ઊભેલા ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થ
અકસ્માત પ્રતીકાત્મક તસવીર


રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં વીંછિયા-બોટાદ રોડ પર એક ભયાનક

હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ કારચાલકે રોડની સાઈડમાં

ઊભેલા ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું

ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા

છે. આ ત્રણેય વ્યક્તિઓ રોડની બાજુમાં બાઈક લઈને ઊભા હતા. તે દરમિયાન પૂરપાટ

ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેમને ટક્કર મારી દીધી હતી.

અકસ્માતમાં વીંછિયાના રાજુ હેમુભાઈ બાવળિયા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત

નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર

માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારનો

ચાલક પોતાનું વાહન મૂકીને કે કોઈની મદદ કર્યા વિના તુરંત ફરાર થઈ ગયો હતો. આ

ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની

જાણ થતાં જ વીંછિયા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાયદેસરની

કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે

અને અકસ્માત સર્જીને ફરાર થયેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે

આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીને ઝડપી પાડવાના

ચક્રો ગતિમાન કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande