
ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગરના રાયસણના પંચેશ્વર મંદિરમાં ભગવાનનો છપ્પન ભોગ અન્નકુટ મહોત્સવ યોજાયો હતો. સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોના સૌ નાગરિક ભાઇબહેનો દર્શન અને અન્નકુટના પ્રસાદનો લાભ લેવા પધારવા હતા.
કાળીચૌદશ એ હનુમાનજી મહારાજનો જન્મ દિવસ હોઇ પંચેશ્વર મંદિરમાં કાળીચૌદશના દિવસે સવારે ૧૦ વાગે અને રાત્રે ૯ વાગે શ્રી સુંદરકાંડનું સમુહ ગાન કરવામાં આવ્યું હતું.
દિવાળીના દિવસે રાત્રે આ વિસ્તારના રહીશો સમૂહમાં પંચેશ્વર મંદિર આવીને મંદિરના પટાંગણમાં રંગબેરંગી ફટાકડા ફોડી આતશબાજી કરી દિવાળીની ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ