

અંબાજી, 25 ઓક્ટોબર (હિ.સ.): હાલ તબક્કે દિવાળી વેકેશન ચાલી રહ્યું
છે અને નવા વર્ષનો આજે ચોથો દિવસ છે ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં મોટી સંખ્યામાં
શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને મંદિર પરિષરમાં પણ મોટી સંખ્યા માં ભક્તો ધજાઓ અને
માથે ગરબી લઈને માંના ચરણે પહોંચતા જોવા મળ્યા હતા.
મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ
હોવા છતાં મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ રૂપે દર્શન થાય તે માટે વ્યવસ્થા સજ્જ
કરવામાં આવી છે, યાત્રિકો
ને અડચણ ન પડે તે માટે મેન પાવર પણ વધારવા માં આવ્યો છે. એટલું જ નહિ અંબાજી આવતા
લાખો શ્રધાળુઓ અને નિઃશુલ્ક ભરપેટ ભોજન મિષ્ટાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો
મોટી સંખ્યા માં ભક્તો લાભ લઇ રહ્યા છે. આ ચાર દિવસમાં અઢી થી ત્રણ લાખ જેટલા
શ્રદ્ધાળુઓ એ આ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે, ત્યારે અંબાજી મંદિરના શિખરે પણ 300
જેટલી ધજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા
અર્પણ કરવામાં આવી હોવાની કૌશિક મોદી કલેકટર, મંદિર ટ્રસ્ટ અંબાજી એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ