વાલિયામાં ભક્તિમય વાતાવરણમાં શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ
રંગ અવધૂત મહારાજ રચિત દત્ત બાવનીના પાઠ સાથે યજમાન પરિવારે પોથી પૂજન કર્યું નારેશ્વર ધામથી પાદુકા સ્વરૂપે પધારેલા રંગ અવધૂત મહારાજની ઉપસ્થિતિમાં સપ્તાહ થઈ રહી છે ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પાણી પુરવઠા અને જળ સંપત્તિ સ્વતંત્ર હવાલો હાજર
વાલિયામાં ભક્તિમય વાતાવરણમાં શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ


વાલિયામાં ભક્તિમય વાતાવરણમાં શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ


વાલિયામાં ભક્તિમય વાતાવરણમાં શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ


વાલિયામાં ભક્તિમય વાતાવરણમાં શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ


રંગ અવધૂત મહારાજ રચિત દત્ત બાવનીના પાઠ સાથે યજમાન પરિવારે પોથી પૂજન કર્યું

નારેશ્વર ધામથી પાદુકા સ્વરૂપે પધારેલા રંગ અવધૂત મહારાજની ઉપસ્થિતિમાં સપ્તાહ થઈ રહી છે

ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પાણી પુરવઠા અને જળ સંપત્તિ સ્વતંત્ર હવાલો હાજર રહ્યા

18 પુરાણોમાં શ્રીમદ્દ ભાગવત શ્રેષ્ઠ ગ્રંથ છે અને તેથી જ તેને પુરાણોનો રાજા પણ કહેવામાં આવે છે.

ભરૂચ, 25 ઓક્ટોબર (હિ.સ.) : મહાતીર્થ વાલિયા ખાતે શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથાનો નારેશ્વર ધામથી પાદુકા સ્વરૂપે પધારેલા રંગ અવધૂત મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય આરંભ થઈ છે.

શ્રીમદ્દ ભાગવત કથાના કથાકાર રમેશભાઈ ઓઝાનું ભાગવત કથા મંદિર GNFC ગ્રાઉન્ડ વાલિયા ખાતે 9:30 કલાકે આગમન અને સ્વાગત થયું હતું. રંગ અવધૂત મહારાજ રચિત દત્ત બાવનીના પાઠ સાથે યજમાન પરિવાર ગોહિલ ફાઉન્ડેશન દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું.

કથાના પ્રેરક સંત કાશ્મીરી બાપુ દિનેશ્વર મહાદેવ મંદિર ડહેલીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પાણી પુરવઠા અને જળ સંપત્તિ સ્વતંત્ર હવાલો અને માજી મહેસુલ મંત્રી ખુમાનસિંહ વાસિયા તેમજ ભરૂચ જિલ્લા ભાજપ અગ્રણી મારુતિસિહ અટોદરિયા તેમજ સુરત જિલ્લા ભાજપાના અગ્રણી દિલીપસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શ્રીમદ્દ ભાગવત કથાના સપ્ત દિવસીય ભાગવત યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

ભાગવતમ કથાના વિશ્વ વંદનીય કથાકાર રમેશભાઈ ઓઝાએ શ્રીમદ્દ ભાગવતનો અર્થ સમજાવતા શ્રીમદ્દ એટલે શ્રી ધન, સમૃદ્ધિ, સુંદરતા, એશ્વર્યા, જ્ઞાન, બુદ્ધિ અને ગૌરવપૂર્ણ અને ભાગવતનો અર્થ થાય છે ભા એટલે પ્રકાશ ગ એટલે જ્ઞાન વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ( ત્યાગ દ્વારા અમૃત તત્વની પ્રાપ્તિ) એવી શાબ્દિક સમજ સાથે જ ભાવાર્થ અને તત્વાર્થ પણ સમજાવ્યું હતું. 18 પુરાણોમાં તે શ્રેષ્ઠ ગ્રંથ છે અને તેથી જ તેને પુરાણોનો રાજા પણ કહેવામાં આવે છે. શ્રીમદ્દ ભાગવત એ તો વૈષ્ણવોનો વૈભવ છે. કૃષ્ણ ભક્તિનો મહિમા સમજાવતો આ ગ્રંથ આધ્યાત્મિક પ્રગતિનો માર્ગદર્શક છે. ભાગવત કથાએ સંસારમાં રહીને જીવન વ્યતિત કરનારા સંસારીઓના ભવરોગની દવા છે.

મહાતીર્થ વાલિયા ખાતે યોજાયેલી આ ભાગવતમ કથા એ પરમેશ્વરની યોજના છે. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ કર્ણપ્રિય સંગીતમય કથાનું રસપાન કર્યું હતું. રમેશભાઈ ઓઝાના કથા પ્રવચનમાં સૌ ભક્તો ભાવવિભોર થયા હતા. કથાના અંતે કીર્તન કરતા કરતા સૌ શ્રોતાગણ ભક્તિમાં લીન થયા હતા.પ્રથમ દિવસની કથાના અંતે ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુ ભક્તો આરતીમાં જોડાયા અને ત્યારબાદ મહાપ્રસાદ લઈ પહેલા દિવસની કથા પૂર્ણ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande