નવસારીમાં કચરાના ઢગમાં લાગેલી આગે મચાવી હાહાકાર, ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરી
નવસારી, 25 ઓક્ટોબર (હિ.સ.): નવસારી શહેરના ઉત્તર છેડે આવેલી મિથિલા નગરી સોસાયટીના પ્રવેશદ્વાર નજીકના મિની બ્રિજ નીચે કચરાના ઢગમાં અચાનક આગ લાગી હતી. ઘટનાથી આસપાસના વિસ્તારોમાં થોડીવાર માટે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. બ્રિજ નીચે ભેગા થયેલા કચર
Fire


નવસારી, 25 ઓક્ટોબર (હિ.સ.): નવસારી શહેરના ઉત્તર છેડે આવેલી મિથિલા નગરી સોસાયટીના પ્રવેશદ્વાર નજીકના મિની બ્રિજ નીચે કચરાના ઢગમાં અચાનક આગ લાગી હતી. ઘટનાથી આસપાસના વિસ્તારોમાં થોડીવાર માટે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

બ્રિજ નીચે ભેગા થયેલા કચરામાં લાગેલી આગ ઝડપથી ફેલાવા લાગી, પરંતુ સ્થાનિક નાગરિકોએ સમય ગુમાવ્યા વગર નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બ્રિજ ઉપરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ અજાણ્યા ટીખળખોરે કચરામાં આગ લગાડી હોઈ શકે છે અથવા દિવાળીના ફટાકડાની ચિંગારીથી આગ લાગી હોઈ શકે છે. સદભાગ્યે સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande