સોમનાથ યાત્રિકોની સુવિધા માટે પાર્કિંગથી લઈને મુખ્ય પ્રવેશ માર્ગ સુધી બસ સુવિધા કાર્યરત કરી
ગીર સોમનાથ, 25 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે દિવાળીના તહેવારને લઈ સોમનાથ મંદિર ખાતે સોમનાથ દાદાના આશીર્વાદ મેળવવા માટે ભક્તોજનોની ભિડ જોવા મળી રહી છે,ત્યારે દિવાળી વેકેશનમાં શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારેલ ભક્ત
સોમનાથ  યાંત્રિકોની સુવિધા માટે


ગીર સોમનાથ, 25 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે દિવાળીના તહેવારને લઈ સોમનાથ મંદિર ખાતે સોમનાથ દાદાના આશીર્વાદ મેળવવા માટે ભક્તોજનોની ભિડ જોવા મળી રહી છે,ત્યારે દિવાળી વેકેશનમાં શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારેલ ભક્તોની મોટી સંખ્યાને ધ્યાને લઈ ટ્રસ્ટ દ્વારા સદભાવના ગ્રાઉન્ડ, વેણેશ્વર ગ્રાન્ડ, સહિતના અન્ય મોટા વિકલ્પો ઉપલબ્ધ કરાવીને ત્યાંથી મુખ્ય પ્રવેશ માર્ગ સુધી બસ સુવિધા કાર્યરત કરી છે. આ સુવિધા થી ભક્તોને ખૂબ રાહત થઈ છે. ખાસ કરીને આ સેવા વડીલો માટે ખૂબ મદદરૂપ થઈ છે. જેના આકાશી દૃશ્યો કેમેરા માં કેદ થયા છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande