
વલસાડ, 25 ઓક્ટોબર (હિ.સ.): વલસાડ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. રાજ્ય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
શનિવારની વહેલી સવારથી જ વલસાડમાં વાદળછાયું વાતાવરણ અને છાંટા શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાનમાં ભેજ વધતાં ઉકળાટનો અહેસાસ પણ જોવા મળ્યો હતો.
દિવાળીના દિવસો બાદ વરસાદ ફરી પાછો ફરતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, ખાસ કરીને ડાંગરના પાકના અંતિમ તબક્કે પાણી ભરાવાની ભીતિ વધી છે. હાલ હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ સુધી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય તકેદારી રાખે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે