સુજાણપુર ગામમાં રૂ. 80 લાખના ખર્ચે બનનાર સુવિધાપથનું શુભ ખાતમુહૂર્ત
પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : સિધ્ધપુર તાલુકાના સુજાણપુર ગામમાં એક મહત્વપૂર્ણ વિકાસકાર્યની શરૂઆત થઈ છે. રૂ. 80 લાખના ખર્ચે બનનાર સુવિધાપથનું શુભ ખાતમુહૂર્ત સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે સંપન્ન થયું. તેમણે રોડ બને પછી વૃક્ષો વાવી હરિયાળી
સુજાણપુર ગામમાં રૂ. 80 લાખના ખર્ચે બનનાર સુવિધાપથનું શુભ ખાતમુહૂર્ત


પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : સિધ્ધપુર તાલુકાના સુજાણપુર ગામમાં એક મહત્વપૂર્ણ વિકાસકાર્યની શરૂઆત થઈ છે. રૂ. 80 લાખના ખર્ચે બનનાર સુવિધાપથનું શુભ ખાતમુહૂર્ત સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે સંપન્ન થયું. તેમણે રોડ બને પછી વૃક્ષો વાવી હરિયાળી જોવા મળે તેવું આહવાન કર્યું, જેથી માર્ગ માત્ર સુવિધાનો નહીં પરંતુ સૌંદર્ય અને પર્યાવરણ રક્ષણનો પણ પ્રતિક બને.

આ નવી સુવિધાપથના નિર્માણથી સુજાણપુર ગામ અને આસપાસના વિસ્તારને મોટા ફાયદા મળશે. પરિવહન સુવિધાઓમાં સુધારો થશે, ગ્રામજનોને રોજિંદા જીવનમાં સરળતા મળશે અને ખેતી-વ્યવસાય માટેના માર્ગ વધુ સુલભ બનશે. આ માર્ગ ગામના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી, તાલુકા ડેલિકેટ, ગામના સરપંચ, ગામના વરિષ્ઠ આગેવાનો, યુવાઓ તેમજ માતા-બહેનો, તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande