સિદ્ધપુરમાં દિવસ દરમિયાન ધીમો વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા
પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.): સિદ્ધપુર શહેરમાં આજે આખો દિવસ ધીમો વરસાદ ચાલુ રહ્યો હતો. સવારે થોડી ઠંડક સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને બપોર સુધી નરમધાર વરસતો રહ્યો. હવામાનમાં ભેજ વધતા નાગરિકોએ ઠંડકનો આનંદ અનુભવ્યો, પરંતુ સતત ઝરમર વરસતા વરસાદે શહેરના અનેક
સિદ્ધપુરમાં દિવસ દરમિયાન ધીમો વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા


પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.): સિદ્ધપુર શહેરમાં આજે આખો દિવસ ધીમો વરસાદ ચાલુ રહ્યો હતો. સવારે થોડી ઠંડક સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને બપોર સુધી નરમધાર વરસતો રહ્યો. હવામાનમાં ભેજ વધતા નાગરિકોએ ઠંડકનો આનંદ અનુભવ્યો, પરંતુ સતત ઝરમર વરસતા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનું કારણ બન્યું. વરસાદના કારણે દુકાનદારોને ગ્રાહકોની આવનજાવનમાં ઘટાડો નોંધાયો, તો બીજી તરફ બાળકો અને યુવાનો વરસાદી માહોલનો આનંદ માણતા જોવા મળ્યા. હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા કેટલાક કલાકોમાં પણ હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande