
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : ખેલ મહાકુંભ 2025 અંતર્ગત સરસ્વતી તાલુકાના અજીમણા ખાતે U-14 બહેનો માટે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો.
ગોલીવાડા પ્રાથમિક શાળાની ધોરણ સાત અને આઠની દીકરીઓની ટીમે શાનદાર પ્રદર્શન કરતા સતત ચાર મેચ જીતીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું. વિજેતા ટીમ હવે રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ટીમને કોચ હાર્દિકભાઈ વાઘેલા, આચાર્ય અર્પિતભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવારે તૈયારી અને પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ