
જૂનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત, પર્યાવરણ પ્રદર્શન 2025-26માં ગાયત્રી વિનય મંદિરમાં ધો-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જેઠવા જય, વાજા મોહિત એ ટકાઉ ખેતીની કૃતિ રજુ કર હતી અને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. જિલ્લા કક્ષાએ પસંદગી પામતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી મકવાણા કૃષ્ણકુમાર એભલભાઈ, શાળાના આચાર્ય મૅનોજભાઈ કથીરિયા અને સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ