સિંધાજ ગામના મહિલાને રસ્તામાં જ પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સની ટીમે સફળ ડિલિવરી કરી
ગીર સોમનાથ, 22 નવેમ્બર (હિ.સ.) : કોડીનારના ઘાટવડ ૧૦૮ એમ્બ્યુલન્સને સિંધાજ ગામનો ઈમરજન્સી કોલ મળ્યો કે વાડી વિસ્તારમાં રહેતા મહિલાને પ્રસુતિની પીડા થાય છે એવું જણાવતા ઘાટવડ 108 ટીમના ઇએમટી હરેશ વાઢેળ અને પાયલોટ દેવસી લાખનોત્રા ગણતરીના મિનિટોમાં સિંધ
સિંધાજ ગામના વાડી વિસ્તારની મહિલાને


ગીર સોમનાથ, 22 નવેમ્બર (હિ.સ.) : કોડીનારના ઘાટવડ ૧૦૮ એમ્બ્યુલન્સને સિંધાજ ગામનો ઈમરજન્સી કોલ મળ્યો કે વાડી વિસ્તારમાં રહેતા મહિલાને પ્રસુતિની પીડા થાય છે એવું જણાવતા ઘાટવડ 108 ટીમના ઇએમટી હરેશ વાઢેળ અને પાયલોટ દેવસી લાખનોત્રા ગણતરીના મિનિટોમાં સિંધાજ ગામ વાડી વિસ્તારમાં પહોંચી ગયા હતાં.

સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ અને તુરંત હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા તે દરમિયાન રસ્તામાં સગર્ભાને પીડા વધારે થતી હોવાથી રસ્તામાં અધવચ્ચે ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.

રસ્તામાં એમ્બ્યુલન્સ રોકી ઇએમટી હરેશ વાઢેળ અમદાવાદ હેડ ઓફિસ ખાતે ફરજ પરના ડોક્ટરને ટેલીફોનિક જાણકરી સારવાર આપવાનું ચાલુ કર્યું હતું અને મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. બાળક અને માતાને જરૂરી સારવાર આપી બંને માતા પુત્રને કોડીનાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે માતા પુત્રની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું અને હોસ્પિટલના સ્ટાફે અને મહિલા પરિવારજનોએ 108 ઈમરજન્સીની સારી કામગીરીને બિરદાવી હતી. આવી સરાહનીય કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માતા-પુત્રનો જીવ બચાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande